GUJARAT BOTAD

સ્કૂલ શરૂ થતાં RTO કામે લાગ્યું: બોટાદ RTO અને પોલીસ દ્વારા સંયુક્ત સ્કૂલ વાહન ચેકિંગ હાથ ધરાયું, 8થી 10 જેટલા સ્કૂલ વાહનો ડિટેઈન કરી કડક કાર્યવાહી હાથ ધરી

by Admin on | 2024-06-13 08:36:29

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 67


સ્કૂલ શરૂ થતાં RTO કામે લાગ્યું: બોટાદ RTO અને પોલીસ દ્વારા સંયુક્ત સ્કૂલ વાહન ચેકિંગ હાથ ધરાયું, 8થી 10 જેટલા સ્કૂલ વાહનો ડિટેઈન કરી કડક કાર્યવાહી હાથ ધરી

એઆરટીઓ કચેરી દ્વારા બોટાદ જિલ્લામાં બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાન તેમજ બસ સહિતના વાહનોનુ ચેકીંગ હાથ ધરાયું


ઉનાળુ વેકેશન ખુલતાં તમામ બાળકો હવે શાળાએ જવાનુ શરૂ કરશે. ત્યારે એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા બાળકોની સલામતી તેમજ રક્ષણ માટે તેમને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાન તેમજ બસ સહિતના વાહનોનુ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

તેમજ વાહનોના માન્ય દસ્તાવેજો તરીકે પરમીટ, વાહનનો વીમો, પી.યુ.સી. તથા ફિટનેસ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો અને કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવામાં આવે છે કે કેમ તે અંગેની સઘન તપાસ કરવામા આવી હતી.

આ તકે બોટાદ જિલ્લા એ.આર.ટી.ઓ.કચેરી દ્વારા શહેરની વિવિધ શાળાઓના વાહનોની તપાસ કરી જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Search
Recent News
Top Trending

Leave a Comment