by Admin on | 2024-08-27 11:28:20
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 8
અધિકારીશ્રીઓએ સ્થળ પર પહોંચી તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં વહિયા ગામે નદીમાં ઘોડાપૂર આવતા બોટાદ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ તાત્કાલીક ગામ ખાતે પહોંચ્યા હતા.બરવાળા પ્રાંત અધિકારીશ્રી, બરવાળા મામલતદારશ્રી, પીએસઆઈશ્રી સહિતના અધિકારીશ્રીઓએ સ્થળ પર પહોંચી તમામ નગરિકોની સલામતી સુનિશ્ચિત કરી હતી.
આ મુદ્દે બરવાળા મામલતદારશ્રી એ જણાવ્યું હતું કે, કે “વહિયા ગામમાં ઉપરવાસનું પાણી આવી રહ્યું છે. હાલની સ્થિતિએ ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું નથી થયું. સલામતીના પગલાના ભાગરૂપે અમે અહીં ટીમ તૈનાત કરી દીધી છે,
ભારે વરસાદને કારણે કોઈ નુકસાન ન થાય તે હેતુથી ગામ લોકોની બિનજરૂરી અવરજવર અટકાવી દેવામાં આવી છે. ગામની સ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સતત નજર રાખી રહ્યું છે.” તેમ બરવાળાના મામલતદારશ્રીએ જણાવ્યું હતું.