GUJARAT Gadhada

ગઢડા તાલુકાના રાજપીપળા ગામ ખાતે કાળુભાર ડેમનો એક દરવાજો 0.30 મી. ખોલવામાં આવ્યો

by Admin on | 2024-08-27 13:19:12

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 108


ગઢડા તાલુકાના રાજપીપળા ગામ ખાતે કાળુભાર ડેમનો એક દરવાજો 0.30 મી. ખોલવામાં આવ્યો

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામ ખાતે આવેલા કાળુભાર ડેમમાં પાણીની સપાટી હાલ 100 ટકા પર પહોંચી છે. ત્યારે ડેમનું રૂલ લેવલ 59.36 મી. જાળવવા આજરોજ બપોરના 4:30 કલાકે ડેમનો એક દરવાજો 0.30 મી. ખોલવામાં આવ્યો છે.

ડેમનો દરવાજો ખોલતા પહેલા ડેમના નીચાણવાળા વિસ્તારો જેવા કે ગઢડા તાલુકાના ગઢાળી અને રાજપીપળા તેમજ ભાવનગર જિલ્લાના ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. ડેમમાં પાણીની સપાટી 18.50 ફૂટ તેમજ પાણીનો કુલ જથ્થો 589.146 મી ઘન ફૂટ છે, તેમ નાયબ કાર્યપાલક ઇજનેર અને ફરજ પરના અધિકારીશ્રી, ફ્લડ સેલ, ભાવનગર સિંચાઈ યોજના દ્વારા જણાવવામાં આવે છે

Search
Recent News
Top Trending

Leave a Comment