by Admin on | 2024-09-11 13:01:36
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 91
ગુજરાતના દરેક ગામડાઓને સ્વચ્છ કરવા માટે સરકારશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન 2.0 ચલાવવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના તમામ ગામડાઓમા સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા અવનવા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ઢાઢોદર ગામ ખાતે સ્વચ્છતા જાળવવા માટે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે ગ્રામ પંચાયત દ્વારા લોકોને સાથે રાખીને લોકભાગીદારી થકી ગામના જાહેર રસ્તાઓ સહિત કંપોસ્ટપિટ આસપાસ સ્વચ્છતા જાળવવા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત પંચાયત દ્વારા ભીના અને સુકા કચરા માટે કચરા પેટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કચરાનો યોગ્ય નિકાલ કરીને ગામમાં સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરી શકાય. આ તકે ઢાઢોદર ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામ લોકો ભેગા મળીને સ્વચ્છતા કામગીરી કરવામાં આવી હતી.