GUJARAT BOTAD

બરવાળા આઈ.સી.ડી.એસ.ઘટક ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી

by Admin on | 2024-09-12 12:27:26

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 176


બરવાળા આઈ.સી.ડી.એસ.ઘટક ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી

સહી પોષણ દેશ રોશન” અંતર્ગત પોષણ અભિયાનની શુભ શરુઆત કરવામાં આવી

પોષણ માસ -૨૦૨૪ ની તાલુકા કક્ષાની ઉજવણી અન્વયે સપથ લેવામાં આવ્યા. મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા.

બરવાળા આઈ.સી.ડી.એસ.કચેરી ખાતે “સહિ પોષણ દેશ રોશન” પોષણ માસ અભિયાનનો શુભારંમ તેમજ ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિરેન્દ્રભાઈ ખાચર (પ્રમુખ તાલુકા પંચાયત બરવાળા),એસ.વી.ચૌધરી (પ્રાંત અધિકારી બરવાળા), સી.આર.પ્રજાપતિ (મામલતદાર બરવાળા),ગંભીરસિંહ ભાડલીયા(બરવાળા નગરપાલિકા),હંસાબેન ભરતભાઈ મેર (પૂર્વ ચેરમેન મહિલા અને બાળવિકાસ),વિકીભાઈ દૂધરેજિયા (એન.એન.એમ ડિસ્ટ્રીક કો ઓર્ડીનેટર), નીતિનભાઈ પટેલ (આસિ. ડિસ્ટ્રીક કો ઓર્ડીનેટર), રેહાનાબાનુ કાઝી (ઈ-ચાર્જ સી.ડી.પી.ઓ બરવાળા) સહીતના અધિકારીઓ-પદાધિકારીઓ હોદેદારો તેમજ આંગણવાડી કાર્યકર તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


સંકલીત બાળ વિકાસ યોજના કચેરી – બરવાળા તેમજ તાલુકા કક્ષાના તમામ સરકારી વિભાગના સંકલન દ્રારા પોષણ માસ – ૨૦૨૪ ની ઉજવણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકાર અને રાજય સરકારના સપના સાકાર કરવા માટેના મુખ્ય ઉદેશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તરફથી લેવાયેલ સંકલ્પ “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત પોષણ અભિયાનની શુભ શરુઆત કરવામાં આવી તારીખ ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર – ૨૦૨૪ પુરો માસ પોષણ ઉત્સવ તરીકે સમગ્ર ભારતમાં ઉજવણી થઈ રહી છે સાથે ગુજરાત સરકાર તરફથી પોષણ માસ -૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં તા.૧૨/૦૯/૨૦૨૪ ના રોજ બપોરના ૧૨:૦૦ કલાકે વિરેન્દ્રભાઈ ખાચર (પ્રમુખ બરવાળા તાલુકા પંચાયત) ના અધ્યક્ષ સ્થાને સહિ પોષણ દેશ રોશન પોષ માસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં પોષણ અંગેની માહિતી આપવામાં આવી હતી.જેમાં એસ.વી.ચૌધરી (પ્રાંત અધિકારી-બરવાળા) દ્વારા જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર બહેનો પોષણ અભિયાન થકી આવતી કાલના ભવિષ્યના ઘડતર માટે મહત્વનું કામ કરી રહેલ છે. જયારે વિકીભાઈ દૂધરેજિયા દ્વારા ઉપસ્થિત મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકરોને પોષણ માસ -૨૦૨૪ નું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ અને પોષણના પાંચ થીમ વિશે માહિતગાર કરવામાં આવેલ હતા અને સગર્ભા અવસ્થાથી લઈ ૧૦૦૦ દિવસ વિશે ખુબ જ ઉંડાણ પુર્વક પોષણ અંગે માર્ગદર્શન પાઠવવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમનું સરસ આયોજન કરવા બદલ ટીમ- બરવાળા ને અભિનંદન પાઠવવામાં આવેલ હતા. 


આ પોષણ માસ – ૨૦૨૪ની ભવ્ય ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા કુંદનબેન વ્યાસ, હેતલબેન સોરઠીયા,પ્રવીણસિંહ જાદવ, ધવલભાઈ પરમાર, હિતેશભાઈ ખસિયા, વિનોદભાઈ પરમાર તેમજ આંગણવાડી કાર્યકર બહેનોએ ખુબ જ જહેમત ઉઠાવી આવેલ હતી. 


આ કાર્યક્રમ અન્વયે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં બાળકોના પોષણ તેમજ સગર્ભા મહિલા તેમજ ધાત્રી મહિલાઓના પોષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પોષણ અંગેની મહત્વતા વિશે સમજૂત કર્યા હતા. તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગ તરફ્થી અપાતી સેવાઓનો ઉપયોગ તમામ લાભાર્થીઓ સુધી પહોચે તેની તકેદારી રાખવા જણાવવામાં આવેલ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર પર સ્વચ્છતા અંગેની તકેદારી રાખવા સુચના આપવામાં આવેલ હતી.

સી.આર.પ્રજાપતિ (મામલતદાર બરવાળા)

Search
Recent News
Top Trending

Leave a Comment