by Admin on | 2024-09-13 13:30:24
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
ભારત સરકારશ્રીની National Mission for Sustainable Agriculture (Rainfed Area Development) યોજના અન્વયે બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વિભાગ તરફથી વર્ષ 2024-25માં મળેલા લક્ષ્યાંક મુજબ એન્યુઅલ એક્શન પ્લાન સમિતિ સમક્ષ રજૂ કરાયો હતો, જેમાં સદસ્ય અધિકારીશ્રીઓની સર્વ સંમતિથી એન્યુલ એક્શન પ્લાન (AAP) મંજુર કરવામાં આવ્યો હતો. તેમજ તાલુકા પ્રમાણે છ ક્લસ્ટરની પસંદગી કરવામાં આવી હતી. જેમાં બોટાદ તાલુકામાં સરવા અને કાનીયાડ, બરવાળા તાલુકામાં બરવાળા, ગઢડા તાલુકામાં મોટી કંડુળ અને માંડવધાર, રાણપુર તાલુકામાં કુંડલી એમ છ ક્લસ્ટરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી યુ.જે. પટેલ નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) બી. આર. બલદાણીયા, આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી બી. બી. કાનડે સહિતના ખેતીવાડી, બાગાયત, આત્મા અને પશુપાલન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.