GUJARAT BOTAD

બરવાળાના જુના નાવડા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા કામગીરી કરવામાં આવી

by Admin on | 2024-09-13 13:33:15

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:


બરવાળાના જુના નાવડા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા કામગીરી કરવામાં આવી


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૧૭થી સ્વચ્છ ભારત મિશન હેઠળ "સ્વચ્છતા હી સેવા" અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આ વર્ષે પણ ૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા–૨૦૨૪”ની સમગ્ર રાજ્ય- દેશભરમાં ઉજવણી થવાની છે. ત્યારે બોટાદ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત બરવાળા તાલુકાના જુના નાવડા ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા જાહેર સ્થળો અને રસ્તાઓ આસપાસ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવીમાં આવી હતી. 


અત્રે નોંધનીય છે કે, વર્ષ - ૨૦૨૪ના "સ્વચ્છતા હી સેવા" અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યમાં સમાજને સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત બનાવવાનો છે. જેમાં સ્વચ્છતા ભાગીદારી, સંપૂર્ણ સ્વચ્છતા અને સફાઈ મિત્ર સુરક્ષા શિબિરને કેન્દ્રમાં રાખીને દરેક નાગરિકોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી છે. 

Search
Recent News
Top Trending

Leave a Comment