by Admin on | 2024-10-21 14:12:31
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 163

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન નેતૃત્વ હેઠળ આપણાં રાજ્યે તમામ ક્ષેત્રોમાં વિકાસના નૂતન આયામો સર કર્યા છે. તમામ નાગરિકોની દરકાર કરતા સરકારશ્રીના અનેક યોજનાઓ સુઅમલી છે. દિવ્યાંગજનોની પડખે સરકાર પરિવારના મોભીની જેમ સતત ખડેપગે છે. બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારીતામાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ બોટાદમાં પાંચપડા વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો એઉપસ્થિત રહી વિનામૂલ્યે લાભ લીધો હતો. એસેસ્મેન્ટ દરમિયાન એલિમકોના નિષ્ણાત તજજ્ઞોના અભિપ્રાય મુજબ લાયક ઠરેલા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા અનુરૂપ નિયત કરેલ સાધનો આગામી સમયમાં નિ:શુલ્ક આપવામાં આવશે.

આ અંગે વધારે માહિતી આપતા ઈનચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વસંતબેન બગડાએ જણાવ્યું હતું કે, “એલીમ્કો, જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત સંકલનથી દિવ્યાંગો માટે એસેસ્મેન્ટ કેમ્પનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ માટે નિષ્ણાતોની ટીમ એલીમ્કો-ઉજ્જૈન ખાતેથી આવી છે. દિવ્યાંગજનોના એસેસ્મેન્ટના આધારે આગામી સમયે તેમને સાધન સહાયની ફાળવણી કરવામાં આવશે.”

આ તકે બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સુભાષભાઈ ડવ સહિતના અધિકારીશ્રીઓ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મયોગીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ