by Admin on | 2024-11-07 13:55:06
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 813
બરવાળા તાલુકાના દાતાઓ, વિદ્યાર્થીઓ, આર્મી જવાનો,સરકારી કર્મચારીઓ તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને શિલ્ડ મોમેન્ટો આપી સન્માનિત કરાયા
બરવાળા તાલુકાના વિવિધ ગામોના, વિવિધ સમાજોના,વિવિધ ક્ષેત્રનાં કુલ ૧૫૦ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યુ
બરવાળા તાલુકા પંચાયત કચેરી આયોજીત શ્રેષ્ઠીઓના સન્માન સમારોહમાં સંતો-મહંતો, અધિકારીઓ, આગેવાનો,પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
બરવાળા તાલુકા પંચાયત કચેરીના પ્રમુખ વિરેન્દ્રભાઈ જોરૂભાઈ ખાચર દ્વારા તાલુકાના શ્રેષ્ઠીઓનું સન્માન તથા ગૌરવ સન્માન સમારોહ – ૨૦૨૪ યોજવામાં આવ્યો હતો જેમાં સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણીક તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરનાર બરવાળા તાલુકાના આગેવાનો,અધિકારીઓ,પદાધિકારીઓ,કર્મચારીઓ,વિદ્યાર્થીઓ,આર્મી જવાનો, ઉદ્યોગપતિઓ,દાતાઓ,સહકારી ક્ષેત્રના આગેવાનોને શિલ્ડ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી, પૂજ્ય
શ્રવણપ્રિય સ્વામી (બીએપીએસ મંદિર સાળંગપુર),પૂજ્ય નિર્મળદાસ બાપુ (ગંગામૈયા આશ્રમ કાપડીયાળી), પૂજ્ય કનુપૂરી બાપુ (રોજીદ),ઓધવજીભાઈ મોણપરા (નાવડા), હરેશભાઈ સાકરીયા (રામપરા), મંગળુભાઈ પટગીર (કુંડળ), જસમતભાઈ વીરડીયા (ઢાઢોદર), મનીષભાઈ મોરડીયા, જેઠીબેન પાલાભાઈ પરમાર (પ્રમુખ જીલ્લા પંચાયત બોટાદ), મયુરભાઈ પટેલ (પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ), કાળુભાઈ ડાભી (ધારાસભ્ય ધંધુકા),જામસંગભાઈ પરમાર (મહામંત્રી –બોટાદ જિલ્લા ભાજપ),સુરેશભાઈ ગઢીયા (પ્રમુખ બરવાળા તાલુકા ભાજપ), અક્ષય બુડાનીયા (જિલ્લા વિકાસ અધિકારી-બોટાદ),એ.એ.સૈયદ (ઈ.પોલીસ અધિક્ષક બોટાદ), સી.આર.પ્રજાપતી (પ્રાંત અધિકારી- બરવાળા), એમ.બી.પંચાલ (પોલીસ ઇન્સ્પેકટર-બરવાળા), કે.બી.પટેલ (તાલુકા વિકાસ અધિકારી) સહીતના ઉદ્યોગપતિઓ,સામાજિક-રાજકીય અગ્રણીઓ,અધિકારીઓ,પદાધિકારીઓ,કર્મચારીઓ,આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઈ જોરૂભાઈ ખાચર દ્વારા તા.૦૭/૧૧/૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારના ૧૦:૦૦ કલાકે યજ્ઞપુરુષ સભાખંડ, બીએપીએસ વિદ્યામંદિર, સાળંગપુર ખાતે બરવાળા તાલુકાના શ્રેષ્ઠીઓનો સન્માન સમારોહ તેમજ ગૌરવ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.બરવાળા તાલુકાનું નામ રોશન કરવામાં જે લોકોનો સિંહફાળો રહ્યો છે તેવા દાતાઓ, તાલુકાને પ્રગતિના પંથે અગ્રેસર રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા છે તેવા આગેવાનો,તાલુકાના ગામોમાં શ્રેષ્ઠતમ પ્રદાન કરનાર મહાનુભાવોનો ઋણ સ્વીકાર તેમજ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ,પદાધિકારીઓ,દરેક જ્ઞાતિના સામાજિક,રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો,સરપંચો,કર્મચારીઓ,શિક્ષકગણ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.ત્યારબાદ વિરેન્દ્રભાઈ જે.ખાચર (પ્રમુખ તાલુકા પંચાયત – બરવાળા) દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ શ્રી રામચંદ્રભગવાનની પ્રતિકૃતિથી ઉપસ્થિત મહાનુભાવો તેમજ સતો-મહંતોનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી (બીએપીએસ મંદિર સાળંગપુર) દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા.ત્યારબાદ તાલુકાના મુખ્ય દાતાઓ, ધાર્મિક સંસ્થાઓ,નિવૃત્ત આર્મી જવાનો તેમજ શહીદ જવાનોના પરિવારજનો,સેવાકીય પ્રવૃત્તિ કરનાર મહાનુભાવો, શ્રેષ્ઠ આચાર્યઓ, પર્યાવરણ પ્રેમીઓ, કલા સંસ્કૃતિ અને સાહિત્ય કલાકારો, પ્રગતિશીલ ખેડૂતો,શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ સરપંચો તેમજ શ્રેષ્ઠ ગ્રામપંચાયતો, સહકારી મંડળીઓના ચેરમેનો, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ, તાલુકાની વિવિધ કચેરીઓના શ્રેષ્ઠ કર્મચારીઓ સહીતના બરવાળા તાલુકાના સર્વાંગી વિકાસ માટે બહુમુલ્ય પ્રદાન કરનાર વ્યક્તિઓને શિલ્ડ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બરવાળા તાલુકાના શ્રેષ્ઠીઓનું સન્માન તથા ગૌરવ સન્માન સમારોહ – ૨૦૨૪ કાર્યક્રમને સફળ બનાવવા બરવાળા તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
સન્માન સમારોહથી અન્ય લોકોને પ્રેરણા મળશે.
બરવાળા તાલુકા પંચાયત કચેરીના યુવા પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચરને આ સન્માન સમારોહ યોજવાના કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો એ ઉત્તમ કહેવાય આ કાર્યક્રમથી દાતાઓ,શ્રેષ્ઠીઓ,કર્મચારીઓ,આગેવાનોને સન્માનિત કરવાથી અન્ય લોકોને પણ સારા કાર્ય કરવા પ્રેરણા મળશે. શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ જે આગેવાનો તેમજ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે તેવા લોકોના ઉત્સાહમાં વધારો થશે. શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓને સન્માનિત કરવાના કાર્યક્રમો થતા રહેવા જોઈએ.
:- પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી (બીએપીએસ મંદિર સાળંગપુર)
બરવાળા તાલુકાના દરેક ક્ષેત્રના લોકોને સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત થયો.
મને છેલ્લા ચાર-પાંચ મહિનાથી વિચાર આવતો હતો કે બરવાળા તાલુકા માટે સદા શ્રેષ્ઠ કર્મ એ જ ધર્મ સમજીને સતત સામાજિક,સાંસ્કૃતિક,શૈક્ષણીક તેમજ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી તાલુકાને સર્વાંગી વિકાસ માટે બહુમૂલ્ય પ્રદાન કરનાર તેમજ તાલુકાનું નામ રોશન કરવામાં જેનો સિંહ ફાળો રહ્યો છે તેમજ તાલુકાને પ્રગતિનાં પંથે અગ્રેસર રાખવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે તથા સમ્રગ તાલુકાને પોતાનો પરિવાર માની તાલુકાની વિવિધક્ષેત્રોમાં મદદરૂપ થનાર વ્યક્તિઓને ઋણ સ્વીકાર તેમજ સન્માનિત કરવા જેથી આજરોજ સાળંગપુર મુકામે બરવાળા તાલુકાના વિવિધ ગામોના,વિવિધ સમાજોના,વિવિધ ક્ષેત્રનાં કુલ ૧૫૦ વ્યક્તિશ્રીઓનું સન્માન કરવામાં આવ્યુ જેમાં શ્રેષ્ઠ દાતાઓ, શ્રેષ્ઠ સેવાકીય પ્રવૃતિઓ કરનાર વ્યકિતઓ,શ્રેષ્ઠ વિધાર્થીઓ, પ્રગતિશીલ ખેડુતો, શ્રેષ્ઠ શિક્ષકો,શ્રેષ્ઠ આચાર્યઓ,નિવૃત અને શહીદ આર્મિ જવાનો,પર્યાવરણ પ્રેમીઓ,સહકારીક્ષેત્રનાં આગેવાનઓ, કલા સંસ્કૃતિ અને સાહિત્ય પ્રેમીઓ,શ્રેષ્ઠ સરપંચ / શ્રેષ્ઠ ગ્રામ પંચાયત,તાલુકાની ધાર્મિક સંસ્થાઓ,વિવિધ કચેરીનાં શ્રેષ્ઠ કર્મચારીઓ સહિતના તાલુકાના શ્રેષ્ઠીઓનું સન્માન તેમજ ગૌરવ સમારોહ – ૨૦૨૪ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ અન્વયે શ્રેષ્ઠીઓને સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
:- વિરેન્દ્રભાઈ જોરૂભાઈ ખાચર (પ્રમુખ તાલુકા પંચાયત બરવાળા)