by Admin on | 2024-12-02 14:18:45
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 229
મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ધંધુકા તાલુકાના આકરું ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય 'વિરાસત' અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમની પણ મુલાકાત લીધી હતી.
લોકકલા સંગ્રહાલય 'વિરાસત' ખાતે મંત્રીશ્રીએ પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમ ખાતે મંત્રીશ્રીએ શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, લોકસાહિત્ય તથા આઝાદીની લડાઈમાં તેમના પ્રદાન અંગેના પ્રદર્શનને નિહાળ્યું હતું.
આ ઉપરાંત તેમણે કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસ્વીરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું.
રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કંચનબા વાઘેલા, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અગ્રણી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પંડ્યા તથા શ્રી લાલજીભાઈ મેર, ધંધુકા ગુરુકુળના પૂજ્ય બાપુ સ્વામી, એપીએમસીના ચેરમેન શ્રી ચેતનસિંહ ચાવડા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના વડા તથા સભ્યો સહિત સામજિક આગેવાનો, સરકારી વિભાગોના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.