by Admin on | 2024-12-08 14:23:41
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 117
બોટાદના હામાપર ગામ ખાતે
બોટાદ જિલ્લા શ્રી સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા આયોજિત બારમાં સમુહ લગ્નોત્સવ સમારોહમાં ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ સમુહ લગ્નોત્સવમા પ્રભુતામાં પગલા માંડનાર તમામ નવયુગલોને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે જિલ્લાના આગેવાનશ્રીઓ- અગ્રણીશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.