GUJARAT BOTAD

ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા બોટાદ ખાતે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક મલ્ટીપલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

by Admin on | 2024-12-10 15:18:58

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 220


ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા બોટાદ ખાતે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક મલ્ટીપલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

રાજ્ય સરકારશ્રીના માહિતી ખાતા અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપ કેમ્પ સંપન્ન


પત્રકારત્વ ક્ષેત્રે સતત વ્યસ્ત કામગીરી અને માનસિક તણાવ સાથે કામગીરી કરતા પત્રકાર મિત્રોના આરોગ્યની ચિંતા રાજ્ય સરકાર નિરંતર કરી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં પત્રકાર મિત્રો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


જેના ઉપક્રમે બોટાદ ખાતે રાજ્ય સરકાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતાં. બોટાદ ખાતે પ્રિન્ટ તેમજ ઈલિક્ટ્રોનિક મીડિયા સાથે બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા.જેઓના બ્લડ ટેસ્ટમાં સી.બી.સી., સુગર, કોલેસ્ટ્રોલ, પ્રોટીનના ડીટેઇલ્ડ રિપોર્ટ્સ ઉપરાંત ઈ.સી.જી. અને ચેસ્ટનો એક્સ-રે કરવામાં આવ્યા હતા.


ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરાયો હતો. આ કેમ્પમાં ઉપસ્થિત તમામ પત્રકારોને સંબોધતા સહાયક માહિતી નિયામકશ્રી ડો.સપના આર.ભટ્ટીએ જણાવ્યું હતું કે, “સમાજ માટે કામ કરતા પત્રકારો માટે આરોગ્ય નિદાન માટે અગત્યનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારશ્રીના દિશાનિર્દેશન હેઠળ ખૂબ ઉમદા વિચાર સાથે બોટાદ જિલ્લા માહિતી કચેરી અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો છે. તમામ પત્રકારોના સારા રિપોર્ટ આવે તેવી શુભેચ્છા પરંતુ જો રિપોર્ટ બાદના નિદાનમાં જો કોઈ ઉણપ હોય તો ત્યારબાદની  આનુષાંગિક   કાળજી તમામ પત્રકારો લે તેવો અનુરોધ છે.”


 આ અવસરે ઈન્ડિયન રેડક્રોસ બોટાદ સંસ્થાના વાઈસ ચેરમેનશ્રી ડો. આર.બી.સાંગાણીએ જણાવ્યું હતું કે, “ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મીડિયા કર્મીઓની તંદુરસ્તી ખૂબ જરૂરી છે. મીડિયા કર્મીઓના સ્વસ્થ આરોગ્ય માટે ઈન્ડિયન રેડક્રોસ સાસાયટી અને ગુજરાત સરકારશ્રીના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે.” તમામ મીડિયા કર્મીઓ પોતાની અને સમાજની તંદુરસ્તી જાળવે તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી. 


આ કેમ્પમાં ઇલેક્ટ્રોનિક મીડિયા સંલગ્ન તંત્રીશ્રીઓ, રિપોર્ટર, પ્રતિનિધિ, કેમેરામેન સહિતના લોકો તેમજ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બોટાદ જિલ્લા શાખાના ટ્રેઝરર શ્રી નિકુંજભાઈ શાહ, ડો. હેમાબેન સાંગાણી ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ કેમ્પમાં બોટાદ જિલ્લા માહિતી કચેરીના તમામ કર્મયોગીઓ સહભાગી બન્યા હતા. 


Search
Recent News
Top Trending

Leave a Comment