by Admin on | 2024-12-12 13:39:41
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 73
બોટાદ જિલ્લાના ઢાંકણીયા પ્રાથમિક શાળા અને રાણપુર આઈ.ટી.આઈ. ખાતે ક્રમશઃ બાળ વિવાહ સામે જન-જાગૃતિ અને નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં બાળ વિવાહ મુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવ્યાં હતા. તેમજ યોજનાકીય અને કાયદાકીય માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમોનો ઉદ્દેશ બાળકો-યુવાનોમાં નશીલા પદાર્થોના દુરૂપયોગની આડઅસરો વિશે જાગૃતિ લાવવાનો છે, જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટી કેમ્પસ, શાળાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
સાથોસાથ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી દ્વારા દિલ્હી ખાતેથી બાળવિવાહ મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સમગ્ર દેશ સાથે આપણાં રાજ્યમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉપસ્થિતોને સંકલ્પ ગ્રહણ કરવવામાં આવી રહ્યા છે કે, “21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનાં લગ્ન થવા દઇશ નહિ. હું કોઈ એવી કોઈ પણ ઘટનામાં ભાગ લઇશ નહિ જ્યાં બાળલગ્ન થઈ રહ્યા હોય, સગીર વયના લગ્નએ સામાજિક દૂષણ અને અપરાધ છે.તેથી હું પ્રતિજ્ઞા કરું છું કે તેને રોકવા માટે દરેક શક્ય પ્રયત્નો કરીશ, હું મારા રાજ્યને બાળ લગ્ન મુક્ત બનાવવાનો સંકલ્પ કરું છું.”
આ બંને અભિયાનો અંતર્ગત ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ તેના પર દૈનિક અપડેટ્સ શેર કરીને અભિયાનનો સંદેશો ઓનલાઇન ફેલાવવા માટે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચાડી શકાય.