GUJARAT BOTAD

બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત 3,686થી વધુ પરિવારો થઈ રહ્યા છે લાભાન્વિત

by Admin on | 2024-12-13 12:51:20

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 205


બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત 3,686થી વધુ પરિવારો થઈ રહ્યા છે લાભાન્વિત

14 ડિસેમ્બર એટલે વીજ બચત દિવસ. વીજળી એ રાષ્ટ્રની સંપત્તિ છે તેનો આપણે કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જે અંગેની જાગૃતિ ફેલાવવા માટે 14 ડિસેમ્બરને વીજ બચત દિવસ તરીકે સમગ્ર વિશ્વ દ્વારા ઉજવવામાં આવે છે.


ઊર્જાએ રાજ્યના ગતિશીલ વિકાસનું ચાલકબળ છે. વૈશ્વિક કક્ષાએ ઉદભવેલ કાર્બન આધારિત ઊર્જા સ્ત્રોતોની અનિશ્ચિતતાને કારણે ભવિષ્યમાં ઊર્જા સંરક્ષણ માટે રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોનો કાર્યક્ષમ ઉપયોગ અનિવાર્ય બન્યો છે. સોલાર, વિન્ડ, હાઇડ્રો જેવા ગ્રીન એનર્જીના ક્ષેત્રોમાં નીતિ આધારિત વિકાસ કરી ગુજરાત આ ક્ષેત્રમાં અગ્રગણ્ય રાજ્ય બન્યું છે. ગ્રીન હાઈડ્રોજન જેવા નવતર ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરી રાજ્યને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર તત્પર છે.

કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં વીજળી એ ખૂબ જ મહત્વનું પરિબળ છે રાષ્ટ્રનો દરેક નાગરિક વીજ બચત કરી અને રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપે તે ઇચ્છનીય છે. બોટાદ જિલ્લાની વાત કરીએ તો, વીજળી બચાવવા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, બોટાદ દ્વારા આ માસ દરમિયાન જિલ્લાના ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગામોમાં ગ્રામસભાઓ યોજી, લાઉડ સ્પીકરના માધ્યમથી, ગ્રામજનોમાં પેમ્પલેટ વિતરણ કરી તેમજ સ્કૂલોમાં બાળકોને વીજ બચત અંગેના કાર્યક્રમ આપી વીજળી બચાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત મહત્તમ લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન કરીને સમગ્ર પરિવાર તો વીજળીનો ઉપયોગ કરી શકે છે, સાથોસાથ વધારાની વીજળી વીજ કંપનીને વેચી શકે તે હેતુ માટે વધારેમાં વધારે ઘર વપરાશ માટે સોલાર સિસ્ટમ લગાવવા તેમજ  ઉપયોગ કરવા અંગેની માહિતી બોટાદ જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત પ્રથમ એક કિલો વોટ માટે 30,000 રૂપિયા બીજા વધારાના એક કિલો વોટ સોલાર માટે બીજા વધારાના 30,000 રૂપિયા તેમજ વધારાના એક ત્રીજા કિલો વોટ માટે બીજા વધારાના 18000 રૂપિયા એમ કુલ ત્રણ કિલો વોટ માટે કે તેનાથી ઉપરના સોલાર સીસ્ટમ માટે 78,000ની મહત્તમ સબ્સિડી સરકારશ્રી દ્વારા ઘર વપરાશના વીજ જોડાણ માટે છત પર સોલાર લગાવવા આપવામાં આવી રહી છે.

સોલારથી ઉત્પન્ન થતી વીજળી એ પ્રદૂષણ મુક્ત હરિત ઊર્જા છે. જેથી પૃથ્વીનું વાતાવરણ પણ પ્રદૂષિત થતું નથી. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફત બીજલી યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં સાલ 2026-27 સુધીમાં એક કરોડ પરિવારને છત પર સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન કરવા માટેનો લક્ષ્યાંક ભારત સરકારનો છે. આ યોજનાનો લાભ લેવા માટે ઘર વપરાશના વીજ ગ્રાહક સીધી જ ઓનલાઇન અરજી કરી શકે છે. તેમજ સહાયની રકમ પણ ગ્રાહ્કના બેંક ખાતામાં સીધી જ સરકાર દ્વારા જમા કરવામાં આવે છે.


 આ યોજના હેઠળ બોટાદ જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ 3,686 પરિવારોએ લાભ લીધો છે. અને હજુ પણ આ યોજનાનો લાભ લેવાનું ચાલુ જ છે. પી.જી.વી.સી.એલ. બોટાદ વર્તુળ કચેરીના ઇજનેરશ્રી દ્વારા લોકોને વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી વીજળી બચાવી તેમજ વધુમાં વધુ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનાનો લાભ લઈ દરેક ઘરની છત પર સોલાર સિસ્ટમ અપનાવી રાષ્ટ્રના વિકાસમાં સહયોગી થવા માટે હાર્દિક અપીલ કરે છે.


દેશના ઊર્જાવાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીમાં અને રાજ્યના મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સમગ્ર રાજ્યમાં સોલાર, વિન્ડ, હાઈડ્રો જેવા ગ્રીન એનર્જી સહિતના ગ્રીનગ્રોથના સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત અગ્રગણ્ય રાજ્ય બન્યું છે. ઊર્જાના વપરાશની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યાં છે.   

Search
Recent News
Top Trending

Leave a Comment