GUJARAT BHAVNAGAR

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 66મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 154 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું

by Admin on | 2024-12-16 15:03:51

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 122


ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 66મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 154 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું


પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે ડિસેમ્બર 16, 2024 (સોમવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં “66મી પેન્શન અદાલત”નું આયોજન કરવામાં આવ્યું હતું.  રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરે કેસોથી સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 7 કેસો અને મંડળીય કચેરીના 147 કેસ સહિત કુલ 154 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.


ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ પેન્શન અદાલતને સફળ બનાવવામાં કાર્મિક વિભાગ, નાણાં વિભાગ, સેટલમેન્ટ શાખા અને કલ્યાણ નિરીક્ષકોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમના પ્રયત્નોને કારણે તમામ કેસોનો ઝડપથી ઉકેલ આવ્યો હતો. મહત્તમ કેસોનો ઝડપી નિકાલ અને પેન્શન અદાલતની તળ સ્પર્શતી અને ત્વરિત કાર્યવાહીની “ઓલ ઈન્ડિયા રેલ્વે પેન્શનર્સ એસોસિયેશન” દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પેન્શન અદાલતમાં શ્રી હિમાઁશુ શર્મા (અપર મંડલ રેલ પ્રબંધક), શ્રી મોહિત પંચાલ (વરિષ્ઠ મંડલ વિત્ત પ્રબંધક), શ્રી અમરસિંહ સાગર (વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી), શ્રી સંતોષ કુમાર વર્મા (સહાયક કાર્મિક અધિકારી), શ્રી દીનાનાથ વર્મા (સહાયક કાર્મિક અધિકારી-બ્રોડગેજ વર્કશોપ) અને શ્રી સંજય સક્સેના (સહાયક વિત્ત પ્રબંધક) ઉપસ્થિત રહ્યા હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment