by Admin on | 2024-12-17 14:25:22
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 143
લોક અદાલત હોય જેમા ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં કુલ-૪૭ ભોગ બનનાર અરજદારના કુલ રૂ ૧૮,૪૨,૮૯૪ /- ( અઢાર લાખ બેતાલીસ હજાર આઠસો ચોરાણુ પુરા) પરત મેળવવા માટે કોર્ટમાં અરજીઓ કરાવતુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોટાદ - ભાવનગર રેન્જ ,ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા, સાહેબ બોટાદ તથા નાયબ પો.અધિક્ષક શ્રી મહર્ષી રાવલ સાહેબ બોટાદ વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, બોટાદ જિલ્લામાં એ.ટી.એમ.ફ્રોડ, લોન-લોટરી ફોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ આર્મિના નામે OLX/ ફેસબૂક/ઇનસ્ટાગ્રામ એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોટાદ ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.આજ રોજ લોક અદાલતનું આયોજન હોય અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલ અરજદારના બ્લીક થયેલ નાણાંને લોક અદાલત દ્વારા રીફંડ કરાવવાની કામગીરીની ઝુંબેશ -4-12-24 થી 13-12-24 સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ દ્વારા ચલાવેલ હોય અને અરજદારના હોલ્ડ થયેલ રકમ વાળી કુલ-૪૭ અરજીઓનો નિકાલ કરી સ્ટેટ સાયબર રીફંડ પોર્ટલ પર જીલ્લાની પૈડીંગ કામગીરીનો પુરો નિકાલ છે. ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં ભોગ બનનારના કુલ-૪૭ અરજીઓમાં ફ્રોડમાં ગયેલ રકમ ૧૮,૪૨,૮૯૪/- (અઢાર લાખ બેતાલીસ હજાર આઠસો ચોરાણુ પુરા) પરત અપાવવા માટે કોર્ટમાં અરજીઓ દાખલ કરાવી કોર્ટ ઓડર મેળવવા માટે કામગીરી કરેલ છે આ કામગીરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, બોટાદ પોલીસ પી આઈ જે.જી.ચૌધરી તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોટાદ પોલીસ સ્ટાફ દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.