by Admin on | 2024-12-17 14:50:31
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 255

સુત્રાપાડાના લોઢવા ગામે આજે(17 ડિસેમ્બર) વહેલી પરોઢે એક બાળસિંહ ખુલ્લા કૂવામાં ખાબકયો હતો. જોકે ખેડૂત દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા ત્રણેક કલાકની જહેમત બાદ બાળ સિંહને સહીસલામત કૂવામાંથી બહાર કાઢી બચાવી લેવાયો હતો

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આજે વહેલી સવારે અંદાજે ચારેક વાગ્યાના સુમારે લોઢવા ગામે સાતમાનો પા વાડી વિસ્તારમાં રહેતા ચૂડાસમા રમેશ દાનાભાઈની વાડીમાં ચારેક સિંહનો સમૂહ આવી ચડ્યો હતો. જે પૈકી એક બાળસિંહ ખુલ્લા કૂવામાં ખાબકયો હતો. ખેડૂત રમેશભાઈને કૂવામાં કંઈક પડ્યાનો અવાજ આવતા કૂવામાં જોતાં એક સિંહ કૂવામાં હોવાનું જણાતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી

વન વિભાગને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટર એન.એમ.પંપાણીયા, ડી.વી.મકવાણા, શીતલબેન ગોરડ, મોહિત વૈષ્ણવ સહિત ટ્રેકર ગાર્ડની રેસ્ક્યુ ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સિંહને કૂવામાંથી બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી. અંદાજે ત્રણેક કલાકની જહેમત બાદ બાળ સિંહને વનની રેસ્ક્યુ ટીમ દ્વારા સહીસલામત બહાર કાઢી લેવાયો હતો વન વિભાગના જણાવ્યા અનુસાર અંદાજે 1થી દોઢ વર્ષના આ બાળ સિંહને સારવાર અર્થે અમરાપુર એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો

બાળસિંહને સહીસલામત બહાર કાઢી લેવાયો
હાલ હાડ થીજાવતી ઠંડી વચ્ચે વહેલી પરોઢે ખુલ્લા કૂવામાં ખાબકેલ બાળસિંહ ઠંડીના કારણે વધુ જોખમી સ્થિતિમાં હતો. જોકે ખેડૂત અને વન વિભાગની રેસ્ક્યુ ટીમની સમયસૂચકતાના કારણે બાળસિંહનો જીવ બચી જવા પામ્યો હતો
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ