by Admin on | 2025-05-09 12:38:05
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 12
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુધ્ધની પરિસ્થિતીને ધ્યાને રાખી લોકોમાં કોઈ પણ રીતે ભય ન ફેલાય અને કોઈ પણ પ્રકાર રીતે જાહેર-વ્યવસ્થા ન ખોરવાય તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ની કલમ-૧૬૩થી તેમને મળેલ સત્તાની રુએ બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ તા.૦૯/૦૫/૨૦૨૫ના કલાક ૧૭/૦૦ થી તા.૧૫/૦૫/૨૦૨૫ ના કલાક ૨૪/૦૦ સુધી અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદો ધરાવતા પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. ઉપરોકત મુજબનુ કૃત્ય કરનારા ઈસમો સામે ઉપર મુજબનો કોઈ પણ સામાન પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકશે.
તમામને વ્યક્તિગત રીતે આ નોટીસની બજવણી કરવી શક્ય ન હોય એકતરફી હુકમ કરવામાં આવે છે.