by Admin on | 2025-06-26 09:56:42
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 95
માનસિક સાંત્વના કેન્દ્ર, તેમજ સખી વન સ્ટોપ સેન્ટરની અવિસ્મરણીય કામગીરી.
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે એફ બલોલીયા સાહેબ તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન થાણા ઇન્ચાર્જ પી શ્રી પરમાર સાહેબ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કાર્યરત છે.
જેમાં એક ઉમરલાયક મહિલા અરજદાર ઘરકામ બાબતના ઝગડાને લઈને પોતાના પતિ વિરુદ્ધ બોલચાલી કરી આ ઉમરે તેમણે પિયર મોકલી આપવાની ધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનું તેવું પ્રથમ નિવેદનમાં જણાવેલ. મહિલા અરજદારને સંતાનમાં બે દીકરા છે તેવું વાર્તાલાપ દરમિયાન જણાઈ આવેલ અને પોતે આ કલેશના કારણે આત્મસન્માનને ઠેસ પહોચતા ગુસ્સામાં ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયેલ હતા.
અરજદાર પોતે સાક્ષર ન હોવાથી સગાસબંધીનો મોબાઈલ દ્વારા સંપર્ક થઇ શકે તેમ ન હતો, તેમ છતાં તેમનું યોગ્ય કાઉન્સેલીંગ કરીને માનસિક સાંત્વના આપી હતી ત્યારબાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કચેરી હેઠળ કાર્યરત સખી વનસ્ટોપ સેન્ટર માં આશ્રય અપાવ્યા બાદ સામાજિક કાર્યકર તેમજ આગેવાન ની મદદ થી સામાપક્ષની શોધખોળ આદરી હતી જેમાં સફળતા મળતા બંને પક્ષોને સાથે રાખીને મહિલા પોલીસ સ્ટેશન સ્થિત કાર્યરત માનસિક સાંત્વના કેન્દ્રના એ એસ આઈ ભુપતભાઇ વાલાણી કોન્સ્ટેબલ કાજલબેન કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા બંને પક્ષો સાથે વાટાઘાટો કર્યા બાદ પતિને પત્ની પર હાથ નહી ઉપાડવા અને સમજ આપેલ અને આમ બંને પક્ષનું સુખદ સમાધાન થતા, મહિલા અરજદારને તેમના પતિને સોંપવામાં આવેલ હતા,
બંને પક્ષો દ્વારા પરીરીવારિક પ્રશ્નોના નિરાકરણ થયા બાદ વનસ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક ભાવનાબેન મારું તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી તેમજ બોટાદ પોલીસ નૉ હૃદય પૂર્વક આભાર માનીને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ની કામગીરી ને બિરદાવવામાં આવેલ.
બ્યુરો રિપોર્ટ. દુમાદ હસમુખ