by Admin on | 2025-08-01 10:09:22
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 22
પોલીસ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કચેરી ના સંકલ દ્વારા બોટાદ પોલીસ અધિક્ષક શ્રી કિશોર બલોલીયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ નારી વંદન સપ્તાહ અંતર્ગત સુવાસિની સ્કૂલ માં બોટાદ પોલીસ સ્ટેશન ના થાણા અધિકારી શ્રી એન. જી પરમાર સાહેબ ની અધ્યક્ષતા માં મહિલા સુરક્ષા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા બેહનો ને પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરવું ઉપરાંત દુષ્કર્મ,ઘરેલું હિંસા, શોષણ તેમજ દહેજ જેવી ઉત્પિડન સમસ્યાઓ ગલી એ ગલી એ ડોકિયું કરીને ઉભી છે જેમાં થી કઈ રીતે સ્વરક્ષણ મેળવી શકે તેના વિષે માર્ગદર્શન આપેલ નીતાબેન ભેડા દ્વારા પોસ્કો એક્ટ વિષે માહીતી આપવામાં આવેલ શી ટીમ ના કર્મચારી સુરપાલભાઈ ગોહિલ દ્વારા શી ટીમની કામગીરી તેમજ પેટ્રોલિંગ અને સાયબર ક્રાઇમ વિષે માહિતી આપવામાં આવેલ
181 અભય મહિલા હેલ્પલાઇન કાઉન્સેલર પરમાર જલ્પાબેન તેમજ પટેલ ખુશ્બુબેન દ્વારા અભયમ હેલ્પલાઇન ની કામગીરી અને એપ્લિકેશન બાબત એ માર્ગદર્શન આપેલ મહેશભાઈ સોલંકી દ્વવારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી યોજનાઓ વાહલી દીકરી, વિધવા સહાય, વગેરે યોજનાકીય માહી આપેલ સખી વનસ્ટોપ સેન્ટરના કર્મચારી છાયા મકવાણા દ્વારા આશ્રય સબન્ધીત માહીતો આપવામાં આવેલ
રેલવે પોલીસ ગીતાબેન દ્વારા રેલવે પોલીસ ની કામગીરી વિષે માહિતી આપવામાં આવેલ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરીના વિજયભાઇ દ્વારા આભર વિધિ કરવામાં આવેલ કાર્યક્રમ માં શાળા ના ટ્રસ્ટી ગણપતભાઈ, અશોકભાઈ, વિજયભાઇ, હસમુખભાઈ તેમજ તમામ શિક્ષકગણ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ.