GUJARAT BOTAD

બોટાદ જિલ્લા પોલીસ તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત વિમલભાઈ કળથિયા ના કારખાને રત્નકલાકાર બેહનો ને ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિષે કાયદાકીય માર્ગદર્શન અપાયું

by Admin on | 2025-09-10 08:01:41

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 36


બોટાદ જિલ્લા પોલીસ તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત વિમલભાઈ કળથિયા ના કારખાને રત્નકલાકાર બેહનો ને ઘરેલું હિંસા અધિનિયમ 2005 વિષે કાયદાકીય માર્ગદર્શન અપાયું

ભારત સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન અંતર્ગત 02/09/ 25 થી 12/09/ 25 સુધી 10 દિવસ વિશેષ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સર ના માર્ગદર્શન હેઠળ બોટાદમાં વિમલભાઈ કાળથિયા ના કારખાને રત્નકલાકાર બેહનો ને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ નુ આયોજન કારખાના ના માલિક વિમલભાઈ કળથિયા ની પ્રેરક ઉપસ્થિત માં કરવામાં આવેલ.

જેમાં બોટાદ મહિલા પોલીસ સ્ટેશનનના પી.એસ.આઈ. શ્રી એસ.એન.મકવાણા સાહેબ દ્વારા પોક્સો એક્ટ તેમ IUCAW ની કામગીરી તેમજ દરેક બેહનો સ્વ નિર્ભર બની બાળકો ની વિશેષ કાળજી લઇ ઉચ્ચતર અભ્યાસ કરાવે તેવી શુભેચ્છા પાઠવેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા **ઘરેલું હિંસા અધિનિયમ 2005** વિષે કાયદાકીય માર્ગદર્શન તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી વિષે માહિતી આપેલ

181 અભયમ હેલ્પલાઇન ના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન દ્વારા 181 હેલ્પલાઇન તેમજ તેના ઉપયોગ એને એપ્લિકેશન અંગે સમજ કરેલ DHEW ના નીતાબેન ભેડા દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વાહલી દીકરી, વિધવા સહાય, મહિલા સ્વાવ લંબાન વગેરે યોજના વિષે વિગતવાર માહિતી આપેલ

સખી વનસ્ટોપ સેન્ટરના મીનાબેન દ્વારા આશ્રય તેમજ સખી વનસ્ટોપ સેન્ટર ની કામગીરી અંગે માહિતી આપવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના બોટાદરા મેહુલભાઈ દ્વારા આપતકાલીન સમય દરમ્યાન શું કાળજી રાખવી તે અંગે વિસ્તૃત માહિતી આપેલ

dhew ના જેન્ડર સ્પેસ્યાલીસ્ટ વિજાભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ.

Search
Recent News
Top Trending

Leave a Comment