by Admin on | 2025-09-11 10:51:22
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 40
મૂળ ભાવનગરના વતની અને ગઢડા તાલુકાના ભીમડાદ ગામના પુત્રવધૂ (પ્રકાશ સિદ્ધપુરા ના પત્ની) તથા શ્રી સ્વામિનારાયણ આર્ટસ કોલેજ, અમદાવાદ ખાતે સમાજશાસ્ત્ર વિષયનાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. નિશા મહેન્દ્રભાઈ ધારૈયાએ લોકભારતી સણોસરા, વિસ્તરણ અને શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ. મુકુંદભાઈ શ્રીમળી સાહેબના માર્ગદર્શન હેઠળ “ગુર્જર સુતાર જ્ઞાતિનો સમાજશાસ્ત્રીય અભ્યાસ (અમદાવાદ શહેર સંદર્ભમાં)” વિષય પર પી.એચ.ડી.નો મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો. જેને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ માન્ય રાખી પી.એચ.ડી. ની ડિગ્રી એનાયત કરી છે.