GUJARAT BOTAD

રાણપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો

by Admin on | 2023-04-26 16:27:03

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 19


રાણપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને 'તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો

        રાજ્ય સરકારના છેલ્લા 20 વર્ષથી લોકાભિમુખ વહીવટને ચરિતાર્થ કરતા “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવેલા અનોખા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સ્વાગત સપ્તાહની ઉજવણી કરી રહી છે. જે અંતર્ગત આજે  બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને રાણપુર તાલુકાનો 'સ્વાગત કાર્યક્રમ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં રસ્તા, પાણી અને બસ સ્ટોપ જેવા પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના અપાઇ હતી.

 જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની આગેવાનીમાં રાણપુર તાલુકાના યોજાયેલા 'સ્વાગત કાર્યક્રમ'માં ગ્રામ સ્વાગતની 163 અને તાલુકા સ્વાગતની 21 મળીને કુલ 184 અરજીઓનો નિકાલ કરાયો હતો. કલેક્ટરશ્રીએ અરજદારોને રૂબરૂ સાંભળી ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચિત કર્યા હતા.

 નવું વીજ કનેક્શન આપવા બાબત, ચારણકી ગ્રામ પંચયાતનું નવું ઘર બનાવવા બાબત, માલણપુરથી બોડીયા ગામ તરફના રસ્તાનું રીપેરીંગ કરાવવા સહિતના તાલુકાના જુદાં જુદાં ગામના નાગરિકોના પ્રશ્નોનું જિલ્લા કલેક્ટરશ્રી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓના નેજા હેઠળ સ્થળ પર જ સુ:ખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું, અને જે તે વિભાગને તાકીદે અધૂરી કામગીરી પૂર્ણ કરીને પ્રજાના અન્ય પ્રશ્નો હલ કરવા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. 

 મામલતદારશ્રીની કચેરી, રાણપુર ખાતે યોજાયેલા રાણપુર તાલુકા સ્વાગત કાર્યક્રમમાં બરવાળા પ્રાંત અધિકારીશ્રી પી. ટી. પ્રજાપતી, રાણપુર મામલતદારશ્રી કે.કે.વાળા સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલા સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી (સ્વાગત) કાર્યક્રમે સુશાસનનો નવો આયામ શરૂ કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પરિણામલક્ષી માર્ગદર્શન થકી લોકોના પ્રશ્નોના નિષ્ઠાપૂર્વકના નિરાકરણ માટેનો કાર્યક્રમ “સ્વાગત” જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી, સરળ અને સકારાત્મક ઉકેલની દિશામાં મક્કમ પગલું બની રહ્યું છે.

હેમાલી

Search
Recent News
Top Trending

Leave a Comment