by Admin on | 2023-04-26 16:28:17
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 30
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલા સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રિવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી (સ્વાગત) કાર્યક્રમ રૂપે 24 એપ્રિલ, 2003ના રોજ સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમના બીજ રોપ્યા હતા. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમનો હેતુ પારદર્શક પદ્ધતિથી નાગરિકોને સંતુષ્ટી થાય તે રીતે તેમની સમસ્યાઓનું ઉકેલ લાવવાનો છે. આ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાણપુર તાલુકાના બરાણીયા ગામના સરપંચશ્રી દિનેશભાઈ બગોદરીયાએ ગામનો પ્રશ્ન કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કર્યો હતો. તેમની રજૂઆત હતી કે પ્રમોલગેશન કરી સ.નં.8 પૈકી ગૌચરના 7/12 સુધારી જૂના મુજબ ફેરફાર કરવામાં આવે. દિનેશભાઈને કલેક્ટરશ્રી અને અધિકારીશ્રીઓ દ્વારા સંતોષકારક જવાબ મળ્યો હતો. દિનેશભાઈએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, “મારો પ્રશ્ન કલેક્ટરશ્રી દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક સાંભળવામાં આવ્યો હતો, અને મને જે જવાબ આપવામાં આવ્યો તેનાથી હું ખૂબ સંતુષ્ટ છું. આ પ્રકારના આયોજન બદલ સરકારશ્રી અને બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું.”