GUJARAT BOTAD

સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું ઘરઆંગણે જ સુખદ નિરાકરણ આવી રહ્યું હોવાની પ્રતીતિ કરતાં નાગરિકો

by Admin on | 2023-04-26 16:30:07

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 15


સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું ઘરઆંગણે જ સુખદ નિરાકરણ આવી રહ્યું હોવાની પ્રતીતિ કરતાં નાગરિકો

મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત”ની શરૂઆત તા.૨૪મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી. આ સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું ઘરઆંગણે જ સુખદ નિરાકરણ આવી રહ્યું હોવાની પ્રતીતિ લોકોને થઇ રહી છે. 

 અભેસિંગભાઇ ચૌહાણનાં ભત્રીજા કાળુભાઇ છનાભાઇ ધોડકીયાને જુના નાવડા ગામે મકાન બાબતનો પ્રશ્ન હતો. બરવાળા ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં તેઓએ તેમના પ્રશ્નની અધિકારીશ્રીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જે અન્વયે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે દિન-૧૦માં સત્વરે તપાસ કરી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને  સુચના આપી હતી. 

 અભેસિંગભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, મારા ભત્રીજાએ થોડાં દિવસો અગાઉ ગ્રામ્યકક્ષાએ સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નની રજૂઆત કરતાં આજે તાલુકાકક્ષાએ તેનું સુખદ નિરાકરણ આવ્યું છે જેથી હું ખુબ જ ખુશ છું તેમણે આ વેળાએ સરકારશ્રીનો આભાર માન્યો હતો. 

Search
Recent News
Top Trending

Leave a Comment