GUJARAT BOTAD

બરવાળા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકપ્રશ્નોનો ઝડપી, સરળ અને સકારાત્મક ઉકેલ લાવતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી

by Admin on | 2023-04-26 16:32:19

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 39


બરવાળા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકપ્રશ્નોનો ઝડપી, સરળ અને સકારાત્મક ઉકેલ લાવતા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી

            જિલ્લા કલેકટરશ્રી ડૉ. જીન્સી રોયના માર્ગદર્શન અને રાહબરી હેઠળ બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે વિવિધ પ્રશ્નોનું નિવારણ આવે તે માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયા હતાં, જેનાં ઉપલક્ષ્યમાં આજરોજ બરવાળાની મામલતદાર કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. બરવાળા તાલુકા સ્વાગતમાં ૭૭  અરજીઓ સામે ૬૭ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો હતો. 

બરવાળા ખાતે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં બરવાળા તાલુકા પંચાયત સંલગ્નના-૩૪, બરવાળા નગરપાલિકાના-૦૨, પોલીસ વિભાગના-૦૩, આરોગ્ય વિભાગના-૦૧, જિલ્લા જમીન દફતર વિભાગના-૦૮, સિંચાઈ વિભાગ-૦૯, માર્ગ મકાન (પંચાયત) વિભાગ-૦૬, વીજ વિભાગ-૦૩ અને ગુજરાત પાણી પૂરવઠા બોર્ડ સંલગ્ન- ૦૩ સહિત વિવિધ વિભાગોની કુલ-૭૭ જેટલી અરજીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો “સ્વાગત કાર્યક્રમ”માં મહત્તમ ભાગ લઈ શકે તેવા આશય સાથે હાલમાં સ્વાગત સપ્તાહની ઉજવણી  થઇ રહી છે. બરવાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બરવાળા મામલતદારશ્રી સી.આર.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જી.જી.ગોહિલ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, તાલુકાના અરજદારો ઉપસ્થિત રહ્યા હતાં.

Search
Recent News
Top Trending

Leave a Comment