GUJARAT Gadhada

ગઢડા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોની સમીક્ષા કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

by Admin on | 2023-04-27 12:24:09

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 19


ગઢડા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોની સમીક્ષા કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

જિલ્લાના નાગરિકો સાથે સંવેદનાસભર સંવાદ સાધતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા : ગ્રામજનોની રજૂઆતોનું નિરાકરણ લાવવા મંત્રીશ્રીની તાકીદ

ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજરોજ તેમની બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન ગઢડાની મામલતદાર કચેરી ખાતે જિલ્લાના  પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. 

આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ "સૌની યોજના" અંતર્ગત ૩ કિ.મી.ની મર્યાદામાં જે તળાવો કે ચેકડેમોમાં કુદરતી રીતે પાણી પહોંચી શકે તેમ હોય તેવા તમામ તળાવો/ચેકડેમોની સર્વેની જે કામગીરી હાલ ચાલી રહી છે તેને નિયત સમયાવધિમા પૂર્ણ કરવા તાકીદ કરી હતી, તેમજ જિલ્લાના નાગરિકો સાથે  સંવેદનાસભર સંવાદ સાધીને પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગને સંલગ્ન રજૂઆતો સાંભળી હતી તેમજ રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. 

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, બોટાદ શહેરી વિસ્તાર સહિત ગ્રામીણ વિસ્તારના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને ખેડૂતોને સિંચાઈનું પાણી સમયસર મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. બોટાદ પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણીએ આ બેઠકનું સંચાલન કર્યું હતું. 

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણી, કાર્યપાલક ઈજનેરશ્રી કે. બી. પટેલીયા (સિંચાઈ- પંચાયત),  ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરશ્રી (સિંચાઈ-સ્ટેટ), પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી ડી. એમ. સિંઘલ સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ ગઢડાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Search
Recent News
Top Trending

Leave a Comment