by Admin on | 2023-04-27 13:02:05
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 23
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનથી જમીનના પ્રશ્ન બાબતે મારી ચિંતાનો અંત આવ્યો: ઘુઘાભાઈ ધરજીયા
આ છે રાણપુર તાલુકાના ધારપીપળા ગામના વતની ઘુઘાભાઈ ધરજીયા. જેમણે રાણપુરના ધારપીપળા ગામ ખાતે તેમની જમીનના 8 અ ના દસ્તાવેજમાં તેમનું નામ દાખલ કરવા અંગે અરજી કરી હતી. જેનું બોટાદ ક્લેકટરશ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સુ:ખદ નિરાકરણ આવ્યું છે.
આ અવસરે ઘુઘાભાઈએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, જમીનના પ્રશ્ન બાબતે હું ખૂબ મુંઝવણમાં હતો. જમીનના 8 અ ના દસ્તાવેજમાંથી મારૂં નામ નીકળી ગયું હતું, પરંતુ સ્વાગત કાર્યક્રમ થકી મારી મુંઝવણનો અંત આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ મને ખાતરી આપી છે કે આગામી એક માસમાં જ 7/12 આવી જતા મારા પ્રશ્નનો નિવેડો આવી જશે, અને તે બાબતનો હુકમ પણ થઈ ગયો છે.
ઝડપી, સુ:ખદ અને સચોટ નિવારણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર કાર્યરત ગુજરાત સરકારનો સ્વાગત (સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી) ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે. આ કાર્યક્રમ થકી લોકો સરકારના પારદર્શી વહીવટથી અવગત થઈ રહ્યા છે.