by Admin on | 2023-04-28 12:44:28
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 25
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બોટાદને એફ.એમ. ટ્રાન્મીટરની ભેટ મળી છે. આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ભારતમાં ૧૦૦ વોટનાં કુલ ૯૧ એફ.એમ. ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ ક૨વામાં આવ્યું હતુ. બોટાદ ખાતે યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમને કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય સહિતના મહાનુભાવોએ નિહાળ્યો હતો.
સૌરાષ્ટ્રનાં ચાર વિસ્તારોમાં આ એફ.એમ. ટ્રાન્સમીટર્સની ભેટ મળી છે. જેમાં સુરેન્દ્રનગર, વેરાવળ, બોટાદ અને ખંભાળીયા મુકામે આ ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ ક૨વામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રીના હસ્તે દેશમાં ૧૮ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધનશ્યામભાઈ વિરાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણિયા, બોટાદના ધારાસભ્યશ્રી, બોટાદ પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણી, ડીવાયએસપીશ્રી એ.એ. સૈયદ, રાજકોટ આકાશવાણીથી પધારેલા ડાયરેક્ટર એંજીનીયરીંગશ્રી ઋષિ કપૂર, પ્રોગ્રામ અધિકારીશ્રી ઓજસ મંકોડી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.