GUJARAT BOTAD

ગાંધીનગર ખાતે શરૂ થનારી રામકથા મા પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા તમામ પ્રકાર ની ચર્ચા વિચારણા તેમજ યોગ્ય માર્ગદર્શન અને મિટિંગ યોજાઈ.

by Admin on | 2023-05-06 13:54:49

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 23


ગાંધીનગર ખાતે શરૂ થનારી રામકથા મા પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા તમામ પ્રકાર ની ચર્ચા વિચારણા તેમજ યોગ્ય માર્ગદર્શન અને મિટિંગ યોજાઈ.

તા.૧૩/૦૫/૨૦૨૩ થી ૨૧/૦૫/૨૦૨૩ સુધી હમણાં તાજેતર ગાંધીનગર ખાતે શરૂ થનારી  રામકથા કે જે વિશ્વ વંદનીય સંત પૂજ્ય શ્રી મોરારીબાપુ વ્યાસપીઠ પરથી એમના મુખે થી વાંચશે અને ગાંધીનગર ની ધર્મ-પ્રેમી જનતા ને આ મધુર રામકથા સાંભળવાનો લ્હાવો મળશે એ રામકથા પૂર્વે ની તૈયારીઓ અનુસંધાને કથા સ્થળ ના ગ્રાઉન્ડ પર જઈ ને વ્યવસ્થા ના ભાગ રૂપે ત્યાં મંડપ , તેમજ સ્ટેજ તેમજ રસોડું તેમજ ભોજન વ્યવસ્થા તેમજ ઉતારા વ્યવસ્થા તેમજ સ્ટેજ સહિત રામકથા આયોજન ને લગતી તમામ નાની-મોટી બાબત ની કાળજી પૂર્વક ચોકસાઈ થી નિરીક્ષણ તેમજ રામકથાના યજમાન પરીવાર તેમજ સ્વયં-સેવકો સાથે તમામ પ્રકાર ની ચર્ચા વિચારણા તેમજ યોગ્ય માર્ગદર્શન અને મિટિંગ  પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા કરવામાં આવેલ,આ તકે ત્યાં ઉપસ્થિત કેબીનેટ કક્ષા ના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્યકક્ષા ના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસુરીયા સહિત સરકાર ના મંત્રીશ્રીઓ પણ હાજર રહેલા હતા.

અહેવાલ કનુભાઈ ખાચર

Search
Recent News
Top Trending

Leave a Comment