GUJARAT BOTAD

તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે : જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોય

by Admin on | 2023-05-06 14:16:46

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 21


તલાટી કમ મંત્રીની  પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે :  જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોય

ઇમરાન જોખોયા બોટાદ 

૭ મી મે ના રોજ લેવાનારી પરીક્ષામા પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે ૦૨૮૪૯-૨૭૧૫૫૦ હેલ્પલાઈન કાર્યરત

બોટાદ ખાતે પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને જિલ્લા કલેક્ટરશ્રીએ પાઠવી શુભેચ્છા

  આગામી  તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની લેખિત પરીક્ષા યોજાશે. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયે જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા બોટાદ જિલ્લાના કુલ-૨૫ પરીક્ષા કેન્દ્રો ખાતે બપોરના ૧૨:૨૦ થી ૦૧:૩૦ દરમિયાન પરીક્ષા  લેવાશે. જેમાં બોટાદ જિલ્લામાં ૯૦૬૦ ઉમેદવારો પરીક્ષામાં બેસશે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. 

         પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા કક્ષાએ ૦૧ ઓબ્ઝર્વર, ૦૪ નાયબ જિલ્લા કોર્ડીનેટર, વર્ગ-૧ અને વર્ગ-ર કક્ષાના કુલ-૨૮ અધિકારીઓને બોર્ડના પ્રતિનિઘી તરીકે તેમજ તેટલી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર સંચાલક, સી.સી.ટી.વી. ઓબ્જર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ જિલ્લા તિજોરી અધિકારીશ્રીની કચેરી ખાતે સ્ટ્રોંગરૂમ  રાખવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાના સ્ટ્રોંગરૂમ ખાતેથી પરીક્ષા કેંન્દ્ર ખાતે પરીક્ષાલક્ષી સાહિત્ય લઇ જવા માટે ૧૧ રૂટ સુપરવાઇઝર તથા તેટલી સંખ્યામાં આસીસ્ટન્ટ રૂટ સુપરવાઇઝરની નિમણૂંક કરવામાં આવી હોવાનું  કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.

 જિલ્લાના ૨૫ પરીક્ષા કેંન્દ્રો ખાતે કુલ-૩૦૨ વર્ગખંડોમાં પરીક્ષા યોજાનાર છે. જે અન્વયે તમામે તમામ વર્ગખંડો/પરીક્ષાકેંન્દ્રો CCTV થી સંપુર્ણ સજજ છે. ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના અડઘો કલાક પહેલા એટલે કે બપોરે ૧૧:૫૫ વાગ્યા સુઘી જ પ્રવેશ આપવામાં આવશે, ત્યાર બાદ કોઇ પણ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહી.પોલીસ વિભાગ દ્વારા તમામ ઉમેદવારોનું ફ્રીસ્કીંગ કરવામાં આવશે. આ માટે દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ૦૧ PSI/ASI  કક્ષાના અઘિકારી, ૦૨ HC/PC કક્ષાના મહિલા કર્મચારી તથા ૦૨ HC/PC કક્ષાના પુરુષ કર્મચારી પોલીસ વિભાગ દ્વારા મુકવામાં આવ્યાં છે. 

સંપુર્ણ પરીક્ષા નિર્ભયપણે, શાંત વાતાવરણમાં મુકત રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જરૂરી જાહેરનામાં પણ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર ત્રિજયામાં ઝેરોક્ષ/ફેક્ષના મશીનના ઉપયોગ કરવા ઉપર/મોટા અવાજે લાઉડ સ્પીકર, બેન્ડવાજાનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંઘ મુકવામાં આવ્યાં છે.પરીક્ષા કેંન્દ્ર ખાતે મોબાઇલ કે અન્ય કોઇ ઇલેકટ્રોનીક ઉપકરણ કે સાહિત્ય લઇ જવા દેવામાં આવશે નહી. જો કોઇ ઉમેદવાર ગેરરીતી કરતા માલુમ પડશે તો પરીક્ષાર્થી  વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

 વધુમાં ઉમેદવારોને પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે તા.૦૬/૦૫/૨૦૨૩ થી તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ પરીક્ષા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ અને જીલ્લા કક્ષાએ ૦૨૮૪૯-૨૭૧૫૫૦ હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવ્યા છે. પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને જિલ્લા કલેક્ટરશ્રીએ શુભેચ્છા પણ પાઠવી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment