by Admin on | 2023-05-10 10:25:22
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 12
બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા સીસીટીવી મોર્નીટરીંગ કરી જે લોકો ટ્રાફીકના નિયમોનો ભંગ કરે છે તેવા વાહન ચાલકોને ઇ-મેમાં ઇશ્યુ કરવામાં આવી રહેલ છે.જે વાહન ચાલકો ઇ-મેમાનો દંડ ભરેલ નથી તેઓના વિરુધ્ધ રાષ્ટ્રીય કાનુની સેવા સતા મંડળ,દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળ અમદાવાદના નેજા હેઠળ જિલ્લા કાનુની સેવા સતા મંડળ,બોટાદ દ્વારા તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ લોકઅદાલતનું આયોજન કરેલ છે.બોટાદ જિલ્લાના નેત્રમ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ઇ-મેમા પૈકી જે વાહન ચાલકોના ઇ-મેમાનો દંડ આજદિન સુધી ભરપાઇ કરેલ નથી તેવા વાહન ચાલકો વિરુધ્ધ બોટાદ જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા કુલ ૮૯૬ કેસ સામે કુલ દંડ રૂ.૧,૨૯,૮૦૦ વસુલવા કોર્ટ નોટીસ કાઢી મોકલી આપેલ છે.આથી જે વાહન ચાલકોના ઇ-પ્રેમાનો દંડ ભરવાના બાકી હોય તેવા તમામ ચાલકોને તા.૧૨/૦૫/૨૦૨૩ સુધીમાં ઇ-મેમાના બાકી દંડ ભરપાઇ કરવા અનુરોધ કરવામાં આવે છે.
આપને મળેલ ટ્રાફીક નિયમના ભંગ બદલ ઇ-મેમાનો દંડ ભરવા માટે
(૦૧) ઓફલાઇન:-- નેત્રમ પોલીસ અધિક્ષકની કચેરી,પોલીસ પરેડ ગ્રાઉન્ડ,ખસ રોડ,બોટાદ
(૦૨) ઓનલાઇન –https://echallanpayment.gujarat.gov.in વેબસાઇટ પરથી ભરી શકાશે