by Admin on | 2023-05-21 15:47:03
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 20
શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બળોલિયા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારીશ્રી, મહર્ષિ રાવલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટેની સુચના આપેલ હોય તેમજ બોટાદ જિલ્લામાં સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ટેકનોલોજી નો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.
તા.૨૫/૦૪/૨૦૨૩ ના રોજ ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન અરજી નં. ૧૯૧૧/૨૦૨૩ તા.૨૫/૦૪/૨૦૨૩ ના કલાક ૦૯/૧૧ વાગ્યે દાખલ થયેલ હોય, જે ઈકકો ગાડી રજી નં. GJ-04-CR-3570 તા.૧૯/૦૪/૨૦૨૩ ના રોજ બે દિવસના ભાડા પટ્ટા પર આપેલ હોય પરંતુ તે ઈકકો ગાડી પરત ના આવતા ઈકકો ગાડી લઈ ને નાશી ગયેલ હોય જે બાબત ની અરજી બોરતળાવ પોલીસ સ્ટેશન ભાવનગર કરેલ હોય, જેની જાણ બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) ખાતે થતા VISWAS પ્રોજક્ટ અંતર્ગત બોટાદ શહેરમાં લાગેલ CCTV કેમેરાના ITMS સોફ્ટવેરમાં એલર્ટ નાખી વોચમાં રહેતા સદર ઈકકો ગાડી રજી નં. GJ-04-CR-3570 નંબરનું તા.૧૫/૦૫/૨૦૨૩ના દિવસ દરમ્યાન એલર્ટ આવતા સદર ઇક્કો ગાડી ત્રિકોણી ખોડીયાર થી પાળીયાદ તરફ જતા દેખાઈ આવતા તાત્કાલિક પાળીયાદ પો.સ્ટે. ટેલીફોનીક વર્ધી આપી નાકાબંદી કરાવી ઈકકો ગાડી બાબરકોટ ચોકડી ખાતેથી પકડી પાળીયાદ પો.સ્ટે. ખાતે લઈ ગયેલ, ત્યારબાદ આગળની કાર્યવાહી માટે ભાવનગર બોરતળાવ પો.સ્ટે. ખાતે સોંપી દીધેલ.
મુદામાલઃ-
(૧) ચોરાયેલ ઇક્કો કિંમત રૂપિયા આશરે ૨,૩૦,૦૦૦/-
આમ ઉપરોકત કામગીરીમાં પો.સ.ઇન્સ.શ્રી વાય.એ.ઝાલા પાળીયાદ પોલીસ સ્ટેશન તેમજ CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી વાય.એન.ડાભી સાહેબના માર્ગદર્શન હેઠળ પાળીયાદ પો.સ્ટે. તથા CCTV સર્વેલન્સ સ્ટાફ (૧) એ.એસ.આઈ. હરેશભાઈ ખેરાડીયા (૨) અના.હે.કો. સરફરાજભાઈ (૩) અના.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ (૪) અના.પો.કો. મનીષભાઈ પનાળિયા(પાળીયાદ પો.સ્ટે.) (૫) આર્મ લોકરક્ષક હેતલબેન રમેશભાઈ પરમાર (૬) અના.વુ.પો.કો. સોનલબેન બટુકભાઈ ડાભી (૭) આ.સો.જુનિ.એન્જી. અશ્વિનભાઈ ભીખાભાઈ સોનગરા (૮) આ.સો.જુનિ.એન્જી. નિલેશભાઈ ચોથાભાઈ ગામી તથા પાળીયાદ પો.સ્ટે.ની પોલીસ ટીમ નાઓ જોડાયેલા હતા.