by Admin on | 2023-05-24 03:21:08 Last Updated by Admin on2024-11-22 14:11:35
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 33
રશિયા અને યુક્રેન યુદ્ધના લીધે બોટાદ જીલ્લાના ડાયમંડ ઉઘોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જીલ્લામાં 20થી 25 ટકા કારખાના બંધ થઈ ગયા છે. હીરાના રફની સોલ્ટેઝ આવતા અને ત્યાર હીરો વેચાતા ન હોવાથી કારખાના માલિકોમાં અત્યારે ચિંતા જોવા મળી રહી છે. જો આવીજ રીતે રહેશે તો આગામી એક તારીખ પછી 50 ટકાથી વધુ કારખાના બધં થશે. તેવી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કારખાના બંધ થતા કારીગરોમાં ચિંતા જોવા મળી રહી છે.
બોટાદ શહેર અને જિલ્લો હિરા ઉધોગ અને ખેતી આધારિત નભતો નાનકડો જિલ્લો છે. અહીં જિલ્લામાં 1300 થી 1500 જેટલા હિરાના કારખાનાઓ આવેલા છે. 500થી વધારે હીરાની ઓફિસો આવેલ છે. જીલ્લામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો હિરા ઘસી પોતાનુ ગુજરાન ચલાવે છે તેમજ બોટાદ શહેરમાં મોટા પ્રમાણમાં વેપારીઓ હિરાની લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે.
બોટાદ જીલ્લામાં 70 હજારથી વધુ કારીગરો આ વ્યવસાય સાથે જોડાયેલા હોઈ અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરતું હાલ હીરાની રફ આવતી ના હોઈ અને ત્યાર બનાવેલ હીરો માર્કેટમાં વેચાતો ન હોઈ જેને લઈ કારખાના માલિક તેમજ દલાલ અને વેપારીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. કારખાના માલિકને અત્યાર હીરો વેચાતો ન હોઈ જેને લઈ કારીગરીનો પગાર સમયસર કરી શકાય તેમ નથી. જેને લઈ કારખાના બંધ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે જો આવીજ રીતે મદી રહી તો આગામી 1 તારીખ પછી 50 ટકાથી વધુ કારખાના બધ થય જશે .
ઉલ્લેખનીય છે કે, કાચો હિરો જે રશિયાથી આવે છે જેને હિરાની રફ કહેવાય છે જે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હિરો તૈયાર થાય છે. અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે થયેલ યુદ્ધ થયું છે જેની અસર હિરાના વેપાર પર પડેલ છે. ત્યારે બોટાદ જીલ્લામાં હાલ તો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેના કારણે 20 થી 25 ટકા કારખાના બંધ કરવાની ફરજ પડી છે.