GUJARAT Ranpur

પાણવી ગામની સામાન્ય પરિવારની દિવ્યાંગ દીકરીએ આત્મનિર્ભર બની બોટાદ નું ગૌરવ વધાર્યું

by Admin on | 2023-05-26 16:50:18

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 74


પાણવી ગામની સામાન્ય પરિવારની દિવ્યાંગ દીકરીએ આત્મનિર્ભર બની બોટાદ નું ગૌરવ વધાર્યું

જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશીયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં બોટાદ જિલ્લાની પ્રથમ દિવ્યાંગ મહિલા ખેલાડી અને મહિલા કોચ તરીકે પસંદગી.

રાણપુર તાલુકાના પાણવી ગામની સામાન્ય પરિવારની દિવ્યાંગ દીકરી કાજલ બોળીયા અને બોટાદ જીલ્લાના સ્પે.એજ્યુ કેટર કોચ બકુલાબેન ની પસંદગી.

રાણપુર. 

બોટાદ જિલ્લાના અને રાણપુર તાલુકાના પાણવી ગામની સામાન્ય પરિવારની દિવ્યાંગ દીકરી કાજલ બોળીયા જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ જેમ્સમાં બોટાદ જિલ્લામાંથી આ દિવ્યાંગ મહિલા ખેલાડીની કોચ તરીકે પસંદગી કરવામાં આવતા સમાજમાં હર્ષની લાગણી અને અનુભવી મનો દિવ્યાંગ ખેલાડીઓને સમાન તક અને સમાજમાં માનસન્માન પૂર્વકનું સ્થાન મળે તે માટે સ્પેશીયલ ઓલિમ્પિકસ ગુજરાત કાર્યરત છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ બોટાદ ખાતે એસ.ઓ.જી.બોટાદ દ્વારા મનો દિવ્યાંગ ખેલાડીઓ માટે કેમ્પ અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.

        સન - ૨૦૧૩ માં બોટાદ જીલ્લાની અલગ રચના કરવામાં આવતા બોટાદ જિલ્લાના દિવ્યાં ગ ખેલાડી ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોચે તે માટે ટ્રેનીગ પ્રોગ્રામ અને જિલ્લા કક્ષાનાસિલેક શન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનાં પાણવી ગામે રહેતા અને ખેત મજુરી કામ કરતા માલ ધારી સમાજના હનુભાઈ અને બાઘુબેનની દિવ્યાં ગ દીકરી કાજલ બોળીયા માં રહેલ સ્પોર્ટ્સની ક્ષમતાને પારખી એસ.એસ.એ.નાં શિક્ષક રાજુ ભાઈ ધનવાણીયા દ્વારા તેને પ્રાથમિક તાલીમ સાથે જુદા જુદા કેમ્પમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી . આઠ વર્ષનાં સઘન પ્રયાસ થી બોટાદ જીલ્લાની દિવ્યાંગ ખેલાડી બોળીયા કાજલ તથા તેના કોચ બકુલાબેન મોજીદ્રા એ પોંડીચેરી, ગાંધીનગર અને નોઇડા ખાતે એન. સી.સી.ના કેમ્પ પૂર્ણ કરી આગામી જુન ૨૦૨૩ માં જર્મનીના બર્લિન ખાતે યોજાનાર સ્પેશીયલ ઓલિમ્પિકસ વર્લ્ડ ગેમ્સ માટે પસંદગી પામેલ છે. 

         બોટાદ જિલ્લામાંથી વર્લ્ડ ગેમ્સમાં જનાર પ્રથમ દિવ્યાંગ ખેલાડી તથા કોચની પસંદગી થતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તેમાં પણ વર્લ્ડ ગેમ્સમાં જનાર જિલ્લા ના પ્રથમ દિવ્યાંગ ખેલાડી અને તેના કોચ બન્ને મહિલા હોય એ વિશેષ ગૌરવ ની વાત છે. 

        ઉલ્લેખનીય છે કે બોટાદ જીલ્લામાં સ્પેશી યલ ઓલિમ્પિક્સના સઘન પ્રયત્ન, એસ. એસ. એ. સ્પે.એજ્યુકેશનવિભાગ અને આસ્થા ચેરી ટેબલ ટ્રસ્ટ બોટાદની મદદ થકી બોટાદ જિલ્લા માંથી વર્લ્ડ ગેમ્સ માં ભાગ લેનાર સૌ પ્રથમ મહિલા દિવ્યાંગ ખેલાડી તરીકે બોલીયા કાજલ અને પ્રથમ મહિલા કોચ તરીકે બકુલાબેન મોજી દ્રા ની પસંદગી થતા બોટાદ જીલ્લાનુ ગૌરવ વધારેલ છે. આ તકે બોટાદ જીલ્લા મેનેજર પ્રકાશ ભીમાણી અને ચેરમેન લાલજી ભાઈ કળથીયા તથા સ્પે.ઓલીમ્પીક્સ બોટાદ ટીમ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવીહતી.


  • ૨૦૧૩ માં શાળા બહારના બાળકોના સર્વેમાં આચાર્ય પાસેથી માહિતી લઇ દિવ્યાંગ બાલિકા કાજલને શાળામાં પ્રવેશ અપાવ્યો. અત્યંત શરમાળ સ્વભાવ, સ્પીચ અને આઈ કયું સંબધિત દિવ્યાંગ હોવા છતાય તેમાં રહેલી રમત ગમતની કુશળતા જાણી તે દિશામાં આગળ લાવવા પ્રયત્નો શરૂ કર્યા. આજે વર્લ્ડ ગેમ્સ માં સિલેકશન થતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.- રાજુભાઈ ધનવાણીયા (એસ.એસ.એ. સ્પે શિક્ષક)
  • છેલ્લા આઠ વર્ષથી બોટાદ જીલ્લાના દિવ્યાંગ ખેલાડીઓને તાલીમ આપીએ છીએ અને એક સ્વપ્ન જોયું હતું કે બોટાદ જીલ્લાના કોઈ એક ખેલાડી વર્લ્ડ ગેમ્સ માટે પસંદગી પામે.ત્યારે મારી અને અમારા જિલ્લાની ટીમનું સ્વપ્ન આજે સાકર થઈ રહ્યું છે. બોટાદ જિલ્લા ની દિવ્યાંગ મહિલા ખેલાડી અને મહિલા કોચ બન્નેનું સિલેકશન થતા આનંદ બેવડાયો છે. આગામી સમયમાં વધુ ખેલાડીઓને તાલીમ આપવા સ્નેહ નું ઘર માં અલગથી વિભાગ પણ શરૂ કરીશું. પ્રકાશ ભીમાણી (જિ.એન્ડ ડી મેનેજર સ્પે. ઓલેમ્પીક્સ બોટાદ)

Search
Recent News
Top Trending

Leave a Comment